મોરબી જિલ્લામાં લંપી વાયરસથી મૃત્યુ થયેલ ગાય દીઠ 1000ની સહાય અજય લોરિયા આપશે

- text


મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી લંપી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઘણી બધી ગાય માતાના મૃત્યુ થયા છે અને અનેક પશુપાલકોને ખોટ પડી છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લંપિ વાયરસથી મૃત્યુ થયેલ પશુઓને સહાય બાબતે ભાજપના શાસકોએ આડેહાથ લીધા હતા.

ત્યાર બાદ આ મુદ્દે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા આજે જાહેરાત કરી છે કે મોરબી જિલ્લામાં લંપી વાયરસનાં કારણે જે ગાય માતાના મૃત્યુ પામશે તેના પશુપાલકને ગાય દીઠ 1000ની સહાય પોતાના તરફ અર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ માટે પહેલા ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા મૃત્યુ પામેલ ગાયમાંતાઓની વિગત એકઠી કરી અને ત્યારબાદ ગાય માતા દીઠ 1000ની સહાય ચુકવવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ અજય લોરિયાએ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text