ફોનમાં ગાળો બોલી રહેલા શખ્સને ટપારતા યુવાનને સળિયાના ઘા ઝીકાયા

- text


હળવદ બસસ્ટેન્ડ નજીક બનેલી ઘટના

હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં મોબાઈલ ફોનમાં ઉંચા અવાજે ગાળાગાળી કરી રહેલા શખ્સને ગાળો નહિ બોલવાનું કહી ટપારનાર યુવાનને સામેવાળાએ લોખંડના સળિયા વડે માર મારતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના બસસ્ટેન્ડ પાસે આરોપી રમેશભાઇ મુળજીભાઇ પરમાર રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળો જોરશોરથી મોબાઈલ ફોનમાં ગાળો બોલતો હોય ફરિયાદી પરસોત્તમભાઇ હમીરભાઇ ચાવડા, રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાએ ગાળો નહિ બોલવા કહ્યું હતું.

- text

જેને પગલે આરોપી રમેશભાઇ મુળજીભાઇ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને પરસોત્તમભાઈ ચાવડાને લોખંડના સળીયા વડે માર મારી હાથમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે પરસોતમભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text