મોરબીના નવલખી ફાટકે એક કલાકથી ટ્રાફિકજામ : રાહદારીઓ પરેશાન

- text


સવારે કામ અર્થે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા

મોરબી : મોરબીની ભાગોળે આવેલ નવલખી ફાટકે આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને એકાદ કિમીથી પણ વધુ વાહનોની કતારો લાગી હતી. આથી સવારે કામ અર્થે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.

મોરબીની નવલખી ફાટકે આજે સવારે 8 વાગ્યે ટ્રેન નીકળવાના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો. આથી વાહનોની મસમોટી કતારો લાગી હતી. ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ જણાવ્યું હતું સવારે અહીંથી કામધંધે નીકળતા હોય છે તેમાંય ભારે વાહનોની મોટી અવરજવર હોવાથી એક તરફ લાંબી લાઈનો લાગી હતી અને એકપણ વાહન ન નીકળી શકે તેવી હાલત સર્જાતાં વાહન ચાલકો ભારે હેરાન થયા હતા. વાહન ચાલકોના જણાવ્યા મુજબ આજે ટ્રાફિકમાં એક કલાક લાઈનમાં ઉભું રહેવું પડયું હોય એ રોજનો ગંભીર પ્રશ્ન હોવાથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text