રેસિપી અપડેટ : બનાવો બાળકોને ભાવતા ચીઝ પરાઠા

- text


મોરબી : આજના આ સમયમાં પરાઠામાં અનેક પ્રકારની વેરાયટી જોવા મળતી હોય છે. ઘણાં લોકો પરાઠા ખાવા માટે સ્પેશિયલ રેસ્ટોરન્ટમાં પણ જતા હોય છે. અલગ-અલગ ટાઇપના પરાઠા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આ પરાઠા તમે ઘરે પણ જાતે બનાવી શકો છો. તો આજે અમે તમને પરાઠામાં એક એવી વેરાયટી બતાવીશું, જે બાળકો હોંશેહોશે ખાવા લાગશે અને પેટ ભરીને ફટાફટ જમી પણ લેશે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ચીઝ પરાઠા..


સામગ્રીઃ

1 ઘઉંનો લોટ, ચીઝ, લાલ મરચું, મીઠું, ઘી, ઝીણાં સમારેલા લીલા મરચાં, કોથમીર, 2 થી 3 કળી વાટેલું લસણ..

- text


બનાવવાની રીત :

ચીઝ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં ઘઉંનો લોટ એડ કરો. આ લોટમાં મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો. આ લોટ તમારે બહુ કડક બાંધવાનો નથી. આ લોટ તમારે સરળતાથી પરાઠા વણી શકાય એવો બાંઘવાનો છે. ધીમે-ધીમે પાણી નાંખતા જાવો અને લોટ બાંઘી લો.આ લોટને 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો. ત્યારબાદ એક બાઉલ લો અને એમાં ચીઝ ચીણી લો. આ ચીઝમાં ઝીણાં સમારેલા લીલા મરચા, લસણની પેસ્ટ, કોથમીર, લાલ મરચું, મીઠું નાંખીને બરાબર મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો. પછી આ લોટમાંથી ગુલ્લા કરી લો. હવે પરાઠા વણો અને એમાં વચ્ચે આ મિશ્રણ ભરો. પછી પરાઠાંને ચારેબાજુની કિનારી વાળી દો અને થોડુ તેલ અથવા પાણી લગાવી દો.
ત્યારબાદ આખું પરાઠા વણી લો. હવે તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થઇ જાય એટલે પરાઠા નાંખો અને પછી તેલ નાંખીને શેકી લો. પરાઠા શેકાઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. પરાઠા શેકતા ખાસ ધ્યાન એ રાખો કે ગેસ બહુ ફાસ્ટ રાખવાનો નથી. મિડીયમ રાખવાનો છે. તો તૈયાર છે ચીઝ પરાઠા.
આ પરાઠા સાથે તમે કેચઅપ અથવા તો ચટણી સાથે ખાઓ છો તો બહુ મસ્ત લાગે છે


- text