લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્રારા પક્ષીઓને ચણનો કાર્યક્રમ યોજાયો 

- text


લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા કાયમી પ્રોજેક્ટ તરીકે દર મહિનાના પહેલા રવિવારે મોરબીમાં આવેલા નાના મોટા ચબુતરામાં પક્ષીઓ માટે ચણ (ચકલાના ચણ)નો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટના ભાગ રૂપે આજ રોજ પંચાસર રોડ પાસે આવેલ નંદિઘરની બાજુના ચબુતરા પાસે પક્ષીઓ માટે ચણનો પ્રોજેકટ હાથ ધરાયો હતો અને ચણ નાખવામાં આવી હતી. આ તકે પ્રેસિડેન્ટ લાયન રાકેશભાઈ કિષનાની, સેક્રેટરી લાયન જનકભાઈ હિરાની, ટ્રેજરર લાયન દીપકભાઈ મંગે, પ્રોજેકટ ચેરમેન લાયન હિતેશભાઈ ભાવસાર તથા લાયન ભગવાનજીભાઇ ભોજાની તથા લાયન રઘુવીરસિંહ ઝાલા, તથા લાયન નરેન્દ્રભાઈ પોપટ હાજર રહ્યા હતા.

- text

- text