લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા રઝળતી ગાયોને રસી અપાઇ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા આજે રઝળતી ગાયોને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે સવારે મોરબી લીલાપર રોડ તથા રફાળેશ્વર પાસે રઝળતી ગાયોને તથા ગિરનારી આશ્રમ ખાતેની ગાયોને લંપી વાઈરસથી બચાવવા વેક્સિન અપાઇ હતી. રસીકરણ કામગીરીમાં પ્રેસિડેન્ટ લાયન રાકેશભાઈ કિષ્નાની, સેક્રેટરી લાયન જનકભાઈ હીરાની, ટેઝરર લાયન દીપકભાઈ મંગે, પ્રોજેક્ટ ચેરમેન લાયન હિતેશભાઈ ભાવસાર, લાયન ભગવાનજીભાઈ ભોજાણી તથા લાયન રઘુવીરસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

- text

- text