ટંકારામાં મહોરમ પર્વે રાષ્ટ્રધ્વજની થીમ સાથે તિરંગા તાજીયા પડમાં આવશે

- text


ટંકારા તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજીયાને અપાતો આખરી ઓપ

ટંકારા : આઝાદી અમૃત મહોત્સવ હેઠળ દેશમાં હર ઘર તિરંગા યોજના ચલાવવામાં આવી રહી છે.ત્યારે ટંકારામાં તિરંગા સાથે તાજીયાને તૈયાર કરવામાં આવી રહ્યાં છે.રાષ્ટ્રધ્વજ થિમ પર આકર્ષક તાજીયા પડમા આવશે.

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે ટંકારાના મુસ્લિમ બિરાદરો દ્વારા રાષ્ટ્રધ્વજ થિમ પર આધારિત આકર્ષક તિરંગા તાજીયા નિર્માણ કરવા દિવસ-રાત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટંકારા તાજીયા કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોની મદદથી કલાત્મક તાજીયા બનાવવામાં આવી રહ્યા છે.કોરોના કાળના અંતરાલ બાદ દયાનંદ સરસ્વતી ચોક ખાતે તાજીયા પડમા આવશે.

ટંકારા તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઈ ઈશાભાઈ અબ્રાણી ,સલીમ ભાણું પેન્ટર,સલમાન કુરેશી,ઇસુબ શાહમદાર,મુસતુફા મહેસાણીયા,નજીર ભૂંગર,જાવીદ શાહમદાર,ઇમરાન ઘાંચી,બસીર,હનીફ મુસા,રફીક,ગનીભાઈ,સમીર,મકબુલ, એહમદ માડકિયા સહિતના યુવાનો જહેમત ઉજવી રહ્યા છે.

- text

- text