મોરબીની ખાનપર શાળાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પાત્રોની વેશભૂષામાં રેલી કાઢી

- text


મોરબી : ખાનગર કુમાર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પાત્રોની વેશભૂષામાં તૈયાર થઈને રેલી યોજી હતી.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઠેર ઠેર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિવિધ ઐતિહાસિક પાત્રો જેવા કે જોધાબાઈ, ઝાંસીની રાણી, મીરાબાઈ, સરદાર પટેલ, ભગતસિંહ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શિવાજી, તેમજ આર્મીની વેશભૂષામાં રેલી યોજી હતી અને ભારત માતાની આરતી અને પૂજન-અર્ચન કરીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં દેશભક્તિનું નિર્માણ થાય તેવા આ સુંદર આયોજનમાં સરપંચ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text