ગુડ ન્યુઝ : મોરબીમાં મેડિકલ કોલેજની 100 સીટની પ્રથમ બેચ ચાલુ વર્ષથી જ થશે શરૂ

- text


મંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસોથી આ વર્ષથી જ છાત્રો ઘરઆંગણેથી MBBSનો અભ્યાસ શરુ કરી શકશે

મોરબી : મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે. ચાલુ વર્ષથી જ મેડિકલ કોલેજની 100 સીટની પ્રથમ બેચ શરૂ થવાની છે. જેથી હવે આ વર્ષથી જ છાત્રો ઘરઆંગણેથી મેડિકલ અભ્યાસ શરુ કરી શકશે.

મોરબીના સ્ટેશન રોડ ઉપર ગીબ્સન મિડલ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ કાર્યરત કરવામાં આવનાર છે. જો કે કાયમી રીતે મેડિકલ કોલેજ શનાળા રોડ પાસે આકાર લેવાની છે. આ મેડિકલ કોલેજ માટે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ અંગત રસ લઈને સતત રાજ્યકક્ષાએ તથા કેન્દ્ર કક્ષાએથી ફોલોઅપ લીધું હતું. જેને પગલે આજે નેશનલ મેડિકલ કમિશન- ન્યુ દિલ્હી દ્વારા મોરબી મેડિકલ કોલેજને 100 સીટની પ્રથમ બેચ ઓક્ટોબરથી ચાલુ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથોસાથ આવતા વર્ષની પણ આગોતરી તૈયારી કરી દેવા મેડિકલ કમિશને જણાવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે ગત તા.2ના રોજ જ મેડિકલ કોલેજ માટે વર્ચ્યુઅલ ઇન્સ્પેકશન થયું હતું. આ સાથે મંત્રી બ્રિજેશભાઈએ સમીક્ષા પણ કરી હતી. આ પ્રથમ બેચને મંજૂરી મળતા મંત્રી બ્રિજેશભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો મોરબીવાસીઓ વતી આભાર માન્યો છે.

- text