આડેધડ GST મામલે કોંગ્રેસ મેદાને : ધરણા કરશે

- text


મોરબી : જીવન જરૂરી ચીજવસ્તુઓ પર સરકારે GST લગાવતા પ્રજા પર મોંઘવારીની ફટકાર લગાવવામાં આવતા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા.5ને શુક્રવારના રોજ સરદાર બાગ સામે મેદાનમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરી GST નાબૂદ કરવા માંગ કરવામાં આવશે.

કેન્દ્રની બીજેપી સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઑ જેવી કે ઘઉંનો લોટ ,મધ,ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી (GST) લગાવવાના કારણે મોંઘવારી ફાટી નીકળી છે. આ ભાવ વધારાના કારણે પ્રજાજનો પર અસહ્ય બોજ વધી ગયો છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

વધુમાં ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને નષ્ટ કરી રહી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સૂચનાથી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્રારા પ્રજાનો અવાજ સરકારને પહોંચાડવા વિરોધ પ્રદર્શન અને ધરણા કરી સરકાર સમક્ષ આવશ્યક ચીજ વસ્તુઓ પરનો લગાવેલ જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવશે.

- text

ઉપરાંત ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર જીએસટી ટેક્સ નાખીને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ લગાવી પેટ્રોલ ,ડીઝલ, ગેસના ભાવ આસમાને છે ત્યારે આ મોઘવારીને અંકુશમાં રાખી ગરીબો, મજૂરો, કિસાનો અને મધ્યમ વર્ગને રાહત મળે તેવા નિર્ણયો સરકારે તાત્કાલિક લેવા જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી ઉઠાવાશે.

- text