કાલે શુક્રવારે પર્લ કંપનીમાં એજન્ટો અને રોકાણકારો ફસાયેલા નાણાં મામલે આવેદનપત્ર પાઠવશે

- text


પીએસીએલ કંપનીના એજન્ટોની હાલત કફોડી

મોરબી : નાની બચત યોજનાની કામગીરી કરતી પીએસીએલ એટલે કે પર્લ નામની કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા વર્ષ 2016થી અનેક લોકોના નાણાં ફસાઈ જતા આવતીકાલે કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા અને રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

- text

પીએસીએલ એટલે કે પર્લ નામની કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં ફસાઈ ગયા છે જો કે આ મામલે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 10થી 15 હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત ન મળ્યા હોય એજન્ટોને ધમકી મળી રહી હોવાથી આવતીકાલે મોરબીના એજન્ટો અને રોકાણકારો જલ્દીથી નાણાં મળે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા અને રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે.

- text