દારૂ પીનારાની ખૈર નથી ! મોરબીના ખરેડા ગામે ઢોલ પીટીને દારૂબંધીનો નગારે ઘા

- text


હવેથી ગામમાં કોઈ દારૂ પીશે કે વેચશે તો ગ્રામ પંચાયત તેની સામે કાર્યવાહી કરશે

મોરબી : રાજ્યમાં લઠ્ઠાકાંડની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ખાસ કરીને ગામડાઓમાં ગ્રામ પંચાયત અને સરપંચ જાગૃત બન્યા છે અને તેમના ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા મેદાને આવ્યા છે. ત્યારે મોરબીના ખરેડા ગામમાં ગ્રામ પંચાયતે ઢોલ પીટીને આખા ગામમાં ફેરવી હવેથી ગામમાં કોઈ દારૂ પીશે કે વેચશે તો ગ્રામ પંચાયત તેની સામે કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી છે.

- text

મોરબીના ખરેડા ગ્રામ પંચાયત પણ હવે લઠ્ઠાકાંડ બાદ ગામમાં દારૂના કારણે જાનમાલને કોઈ નુકશાન ન થાય તે માટે લોકોને દારૂથી દૂર રાખવા માટે અને દારૂબંધીનો અમલ કરવા આગળ આવી છે. ખરેડા ગ્રામ પંચાયતે આખા ગામમાં ઢોલ પીટી જાહેરાત કરાવી છે કે હવેથી ગામમાં દારૂ પીનારા કે વેચનારાની ખેર નહિ રહે. ખુદ ગ્રામ પંચાયત જ ગામમાં દારૂ પીનારા કે વેચનારા સામે પોલીસ કેસ કરશે. માટે હવેથી દારૂ વેચવો કે પીવો ભારે પડશે તેવી ગ્રામ પંચાયતે ચેતવણી આપી છે. જો કે દારૂબંધીના કડક અમલ માટે ગ્રામ પંચાયતો આગળ આવી રહી હોય એ દારૂના દુષણને સંપૂર્ણપણે ડામી દેવા માટે પ્રેરણાદાયી બાબત છે.

- text