મોરબીમાં પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજ વેચાણ બંધ કરાવો : વિહિપ

- text


હિન્દૂ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરી જાહેરનામું બહાર પાડવા માંગ

મોરબી : વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ,ગૌરક્ષા દુર્ગા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ બંધ કરવાં માંગ ઉઠાવી આવેદનપત્ર પાઠવ્યું હતું.

વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ,ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી તા.29 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય, પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ સમાજના દરેક લોકોએ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય, આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોરબી શહેર અને જિલ્લાના જાહેર સ્થળો ઉપર માંસાહાર કે ઈંડાનો વેચાણ ઉપર એક માસ માટે પ્રતિબંધ લગાવવામાં માંગ કરી હતી.

વધુમાં રજુઆતમાં જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસ દરમિયાન જાહેરનામું બહાર પાડી માસ, મટન ઇંડાનું વેચાણ બંધ કરવામાં આવે છે તે જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવા અંતમાં માંગ ઉઠાવવામાં આવી હતી.

- text

- text