મોરબી જિલ્લામાં લમ્પીનો કહેર : બે દિવસમાં પાંચ પશુના મોત, 159 કેસ

- text


અત્યાર સુધીમાં જિલ્લામાં લમ્પી વાયરસના કુલ 480 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં પશુઓ માટે ખતરનાક લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ લમ્પી વાયરસના 159 કેસ નોંધાયા છે. અને 5 ના મોત થયા છે જો કે અત્યાર સુધીમાં કુલ લમ્પી વાયરસના 480 કેસ નોંધાયા છે.

- text

મોરબી જિલ્લામાં સૌથી વધુ લમ્પી વાયરસથી મોરબી-હળવદ તાલુકો પ્રભાવિત છે. આ બન્ને તાલુકામાં પશુઓમાં આ રોગ વધુ જોવા મળે છે. જેમાં ગઈકાલે રવિવારે 53 અને આજે સોમવારે 26 ગામમાં 109 કેસ નોંધાયા છે. લમ્પી વાયરસના જિલ્લાના 136 ગામોમાં કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં 4664 પશુઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 32 હજારથી વધુ પશુઓનું રસીકરણ થયું છે.બે દિવસમાં પાંચ પશુઓના મોત થયા છે. જેમાં ચરાડવા, જીકીયારી, રાજપર સહિતના ગામોમાં આ પશુઓના મોત થયા છે.

- text