ટંકારાના વિરવાવ નજીક સ્વીફ્ટ કારમાં 11 બોટલ દારૂ સાથે બે પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના જયનગરથી વિરવાવ જવાના રસ્તેથી પોલીસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની 11 બોટલ લઈને નીકળેલા બે યુવાનને ઝડપી લઈ સ્વીફ્ટ કાર સહિત રૂપિયા 3,03,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટંકારા પોલીસ ટીમે જયનગરથી વિરવાવ વચ્ચે બાતમીને આધારે સ્વીફ્ટ કારમાં નીકળેલા પરાગભાઈ ભગવાનજીભાઈ ઢેઢી અને સુરેશભાઈ ગણેશભાઈ કગથરા રહે.બન્ને સાવડી તા-ટંકારાવાળાને 11 બોટલ દારૂ કિંમત રૂપિયા 3300 તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 3 લાખ સાથે ઝડપી લઈ બન્નેના કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text