રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ટીમ દ્વારા સ્વતંત્રતા અમૃત મહોત્સવનો પ્રચાર પ્રસાર કરાયો

- text


વાંકાનેરમાં સદસ્યતા અભિયાન અને સ્વતંત્રતા અમૃત મહોત્સવનો પ્રચાર પ્રસાર કરાયો

વાંકાનેર : ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક દ્વારા શાળાઓમાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.તેમજ સદસ્યતા અભિયાન અને સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસાર પ્રચાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ 75માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આગામી 1લી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક દ્વારા સમગ્ર દેશની 2 લાખ શાળાઓમાં ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ થવાનો હોય.

એના પ્રચાર પ્રસાર અને સમજ માટે તેમજ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નોની જાત માહિતી મેળવવા અને સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘની મહિલા ટીમ નવા કણકોટ-2,ખખાણા,પીપરડી,જૂના કણકોટ, અગાભી પીપળીયા અને કોટડા નાયાણી વગેરે ગામોની મુલાકાત લઈને બહેનોને મળીને સંગઠનની કાર્યપ્રણાલીથી વાકેફ કરીને સદસ્યતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરેલ, પ્રવાસમાં લાભુબેન કરાવદરા મહિલા ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર સંભાગના સહ સંગઠન મંત્રી,મહિલા મંત્રી ક્રિષ્નાબેન કાસુન્દ્રા તથા સ્વાતિબેન રાવલ જોડાયા હતા.અત્રે યાદ રહે કે આ બધી જ માતૃશક્તિ શાળામાં રજા મૂકી,ટાઈમ,ટિફિન અને ટીકીટ લઈ સ્વખર્ચે શાળાઓનો પ્રવાસ કરેલ હોય યજમાન શાળાઓના શિક્ષક બધું-ભગીનીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

- text