વાંકનેરમાં ઇકો અને મોરબીમાં ઇનોવા કારમાં દેશી દારૂની હેરફેર પકડાઈ

- text


મોરબી : મોરબી શહેર જિલ્લામાં પોલીસ દેશી, વિદેશી દારૂની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા કડક હાથે પગલાં ભરી રહી છે તેમ છતાં દારૂના ધંધાર્થીઓ અવનવા કિમીયા અજમાવી દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે મોરબીમાં ઇનોવા અને વાંકાનેરમાં ઇકો કારમાં દેશી દારૂની હેરફેર પકડી પાડી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

દેશી દારૂ અંગેની કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસે હાઇવે ઉપર ઢુંવા નજીક આવેલ એ.કે.હોટલ પાસેથી ઇકો કારમાં 200 લીટર દેશી દારૂ લઈને નીકળેલા મયુરભાઇ બાબુભાઇ સારલા, રહે-ચોટીલા કનૈયા હોટલ પાસે તા-ચોટીલા જી-સુરેન્દ્રનગર અને રાહુલભાઇ દીપકભાઇ વાલાણી, રહે-ચોટીલા હરીધામ સોસાયટી ચોટીલા જી-સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા 1.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસે બગથળા ગામની સીમથી ખાખરાળા જવાના રસ્તે આરોપી નરેન્દ્રસિંહ દીલુભા રાઠોડ, રહે. બગથળા તા-જી મોરબી વાળાને ઇનોવા કારમાં દેશી દારૂ લીટર આઠ અને ઇનોવા કાર સહિત કુલ 1,00,160ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text