વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરતું વિરપર ગામ 

- text


ટંકારા : વિરપર ગ્રામ પંચાયત અને સમગ્ર ગામ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે કચરા માટે ટ્રેકટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

વિરપર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા પધારેલ યાત્રાનું સ્વાગત વિરપર ગ્રામ પંચાયત અને સમગ્ર ગામ દ્વારા રીતે કરવામાં આવેલ હતું. યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ દૂર્ભજીભાઈ દેથરિયા,એ પી એમ સી મોરબી ચેરમેન ભવાનભાઈ ભાગ્યા,તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રભુભાઇ કામરિયા,જિલ્લા પંચાયત સદસ્ય નાથુભાઈ કડીવાર,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જન્તિભાઈ પડસુંબિયા,અશોકભાઈ ચાવડા,તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અન્દ્રપા,મહામંત્રી રૂપસિંહ ઝાલા,ટંકારા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અરવિંદભાઈ દુબરિયા,સંજય ભાગિયા,ટંકારા મામતદાર કેતન સખીયા,ટંકારા ટીડીઓ હર્ષવર્ધન જાડેજા અને વીરપર સરપંચ મહેશ લીખીયા અને ગ્રામ પંચાતના બધા સભ્યો હાજર રહેલ હતા.આ તકે ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટેનું ટ્રેકટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

- text

- text