મોરબીમાં ૧૦૮ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


દારૂ વેચવા માટે આપનાર હળવદના બુટલેગરનું નામ ખુલ્યું

મોરબી : મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે ૧૦૮ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે આ આરોપીની પૂછપરછમાં દારૂ વેચવા માટે આપનાર હળવદના બુટલેગરનું નામ ખુલ્યું છે.

મોરબી એલ.સી.બી. સ્ટાફ ગઈકાલે બાતમીના આધારે મોરબી-૨ મહારાણા પ્રતાપસર્કલ નજીક, કડીયાબોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો અને પોલીસે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા મમુભા જાડેજા (ઉ.વ. ૩૪ ધંધો ફાયનાન્સનો રહે. મોરબી,નિત્યાનંદ સોસાયટી હાઉસીંગબોર્ડ પાછળ,મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૦૮ કી.રૂ. કિ.રૂ.૧,૨૩,૦૦૦ નો દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આ આરોપીએ રવિભાઇ નટુભાઇ વિડજા રહે. જુના દેવળીયા તા. હળવદ) પાસેથી દારૂ મંગાવીને વેચતો હોવાની કબૂલાત આપતા પોલીસે આ આરોપીને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text