હળવદમાં લમ્પી વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા

- text


કવાડિયા અને રાયસંગપરમાં એક-એક કેશ : ૪૦૦ ગૌ વંશનું રસીકરણ કરાયું

હળવદ : હળવદ પંથકમાં વધુ બે શંકાસ્પદ લમ્પી વાયરસના કેસ સામે આવતા પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું છે હળવદ તાલુકાના કવાડિયા અને રાયસંગપર ગામે એક-એક કેસ શંકાસ્પદ જણા કુલ 400ગૌવંશ નું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

થોડા દિવસ પહેલા જ હળવદ શહેરમાં એક લમ્પી વાયરસનો કેસ નોંધાયા બાદ વધુ બે શંકાસ્પદ કેસ ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે હળવદ તાલુકાના કવાડીયા ગામે એક ગૌવંશને લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા પશુપાલન વિભાગ કાવડિયા ગામે દોડી જઈ જરૂરી સારવાર આપી અન્ય 300 ગૌવંશનું રશી કરણ કરવામાં આવ્યું હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું હતું.

જ્યારે અન્ય વધુ એક હળવદના નવા રાયસંગપર ગામે પણ ગૌવંને લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો જણા ડોક્ટરોની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપી આ ગામમાં પણ 100 જેટલા ગૌવંશ મનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

- text

વધુમાં પશુપાલન વિભાગના ડોક્ટર વિશાલ એરવાડીયાએ જણાવ્યું હતું કે કવાડિયા અને નવા રાયસંગપર સહિત બંને ગામમાં શંકાસ્પદ કેસ હતા જેથી અમારી ટીમ દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવી છે.જેથી તે ગૌ વંશ ની તબિયત પણ હાલ સુધારા પર છે સાથે જ અન્ય 400 ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું છે વધુમાં હળવદ તાલુકામાં કોઈ પણ વિસ્તારમાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક હળવદ પશુપાલન વિભાગ નો સંપર્ક કરવા પણ કહેવાયું છે.

- text