મોરબીના સેવાભાવી સજ્જનને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો સર્વોચ્ચ એવોર્ડ અર્પણ

- text


મોરબી : મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં જન્મથી મૂંગા બહેરા બાળકોને શોધી કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી કરાવી આપવા માર્ગદર્શન પૂરું પાડવાની સાથે વિધવા બહેનો માટે રાશન કીટ પ્રોજેક્ટ ચલાવતા મોરબીના સેવાભાવી સામાજિક કાર્યકરને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલ અર્પણ કરવામાં આવ્યો છે.

લાયન્સ ક્લ્બ દ્વારા એમ્બેસેડર ઓફ ગુડ વીલ એવોર્ડ દર વર્ષે વિશ્વમાંથી માત્ર 25 વ્યક્તિઓને જ અપાય છે. જેમાં મોરબીના ચંદ્રકાન્તભાઈ દફતરીએ છેલ્લા 5 વર્ષ થી જન્મથી બહેરા મૂંગા 1650 થી વધુ બાળકોને શોધી અને ગુજરાત સરકાર દ્વારા થતા કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી કરાવી આપવા માર્ગદર્શન આપી અને બોલતા સાંભળતા કરવામાં મદદ કરી સોસીયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરતા દેશના તમામ રાજ્યોમાં છેલ્લા 3 વર્ષ થી સરકાર દ્વારા આ પ્રોજેક્ટને વેગવાન બનતા આ બહુમાન આપવામાં આવ્યું હતું.

મોરબીના સેવાભાવી સામાજિક કાર્યકર ચંદ્રકાન્ત દફતરીને 200 થી વધુ દેશમાં સેવા કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં મોંટીરીયલ કેનેડા ખાતે મળેલા અધિવેશનમાં લાયન્સ કલબનો સર્વોચ્ચ એવોર્ડ તેમની સેવાને ધ્યાનમાં લઈને જાહેર કરાયો હતો. જે તા.9 જુલાઈ એ જામનગરમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ કલબના અધિવેશનમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વિશ્વના તૃતીય ઉપપ્રમુખ એ. પી. સિંઘ દ્વારા એનાયત કરવામાં આવેલ હતો.

- text

આ ઉપરાંત વિધવા બહેનોને દર મહિને રેશન કીટનો પ્રોજેક્ટ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.જે આજે પણ દરેક કલબો દ્વારા થઈ રહ્યો છે. ચંદ્રકાન્તભાઈ દફતરી દ્વારા વિસાવદર, જૂનાગઢ અને ચોરવાડમાં હોસ્પિટલનું સંચાલન કરવાની સાથે રાજકોટમાં 96 દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ, મોરબીમાં ઇલેક્ટ્રિક સ્મશાન, અને કિડની ડાયાલીસીસ સેન્ટરમાં કાર્યરત છે.તેમની પ્રેરણાથી વિસાવદર અને ભાવનગર મુકામે ડાયાલીસીસ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.

- text