મોરબી જિલ્લામાં ગતરાત્રીના ભારે વરસાદમાં 45 ફીડર બંધ અને 35 વિજપોલ ધારાશાયી

- text


હાલ 24 જેટલા બંધ રહેલા ફીડરને ચાલુ કરવા પીજીવીસીએલની ટિમો કામે લાગી

મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રે તેજ પવન અને ભારે વરસાદ પડતાં પીજીવીસીએલને ભારે નુકશાન થયું હતું.જેમાં મોરબી જિલ્લામાં ગતરાત્રીના ભારે વરસાદમાં 45 ફીડર બંધ અને 35 વિજપોલ ધારાશાયી થયા હતા.હાલ 24 જેટલા બંધ રહેલા ફીડરને ચાલુ કરવા પીજીવીસીએલની ટિમો કામે લાગી છે.

મોરબી જિલ્લામાં રવિવારે રાત્રે ભારે પવન અને ગાજવિજ સાથે મેઘરાજાએ તોફાની ઇનિંગ ખેલી હતી. આ ભારે વરસાદ અને તેજ પવનથી મોરબી જિલ્લા પીજીવીસીએલના 45 જેટલા ફીડર બંધ થઈ ગયા હતા. જેમાં મોરબી જિલ્લાના 41 અને મૂળી-સરા વિભાગના 4 ફીડરનો સમાવેશ થાય છે. આ 45 ફીડરમાં હળવદના ખેતીવાડીના 26, વાંકાનેરના ખેતીવાડીના 12 અને મોરબીના 3 ઉધોગોના ફીડર બંધ પડ્યા અને 35 જેટલા વીજપોલ પણ પડી ગયા હતા.આથી પીજીવીસીએલની ટિમો રાત્રિથી બંધ ફીડરોને ચાલુ કરવા અને વિજપોલ ફરી ઉભા કરવાની કામગીરીમાં લાગી ગઈ હતી. હાલ 24 જેટલા જ ફીડર બંધ છે બાકીના બધા ફીડરો ચાલુ થઈ ગયા છે અને આ બંધ ફીડરો તેમજ વિજપોલને ઉભા કરવા માટે પીજીવીસીએલની 36 ટિમો યૂઘ્ઘના ધોરણે કામગીરી કરી રહી છે.

- text

- text