MCX : ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.50 ઘટી રૂ.8,145ના સ્તરે પહોંચ્યો

- text


 

સોનાના વાયદામાં રૂ.39નો સુધારોઃ ચાંદી રૂ.197 નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8283 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7853 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,83,840 સોદાઓમાં કુલ રૂ.16,164.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8283.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7852.92 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,067 સોદાઓમાં કુલ રૂ.3,311.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,670ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,747 અને નીચામાં રૂ.50,510 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.50,660ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.40,666 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.5,057ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,710ના ભાવે ખૂલી, રૂ.17 વધી રૂ.50,708ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,851ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,972 અને નીચામાં રૂ.56,461 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.197 ઘટી રૂ.56,742 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.233 ઘટી રૂ.57,183 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.244 ઘટી રૂ.57,188 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,722 સોદાઓમાં રૂ.2,482.83 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.210.60 અને જસત જુલાઈ વાયદો રૂ.3.90 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.75 ઘટી રૂ.659.10 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,793 સોદાઓમાં કુલ રૂ.2,430.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,137ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,222 અને નીચામાં રૂ.8,056 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.50 ઘટી રૂ.8,145 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.80 વધી રૂ.494 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 701 સોદાઓમાં રૂ.58.60 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.41,570ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,400 અને નીચામાં રૂ.41,340 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.440 વધી રૂ.42,170ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.30 ઘટી રૂ.1012.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,663.59 કરોડનાં 3,282.139 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,647.62 કરોડનાં 289.102 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,194.06 કરોડનાં 14,72,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,237 કરોડનાં 25230000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.45.56 કરોડનાં 10975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.13.04 કરોડનાં 127.44 ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,244.937 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,093.767 ટન, ક્રૂડ તેલમાં 536900 બેરલ અને નેચરલ ગેસમાં 5771250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 46275 ગાંસડી, મેન્થા તેલમાં 590.04 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.28.40 કરોડનાં 404 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,091ના સ્તરે ખૂલી, 19 પોઈન્ટ ઘટી 14,069ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,852.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.263.48 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.36.70 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,627.05 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.924.83 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.198.91 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.290 ખૂલી, ઊપરમાં રૂ.320 અને નીચામાં રૂ.242 રહી, અંતે રૂ.23.90 ઘટી રૂ.278.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.70 ખૂલી, ઊપરમાં રૂ.36.15 અને નીચામાં રૂ.28.70 રહી, અંતે રૂ.2.95 વધી રૂ.34.65 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.487.50 ખૂલી, ઊપરમાં રૂ.505 અને નીચામાં રૂ.439.50 રહી, અંતે રૂ.3.50 ઘટી રૂ.478 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.912 ખૂલી, ઊપરમાં રૂ.920 અને નીચામાં રૂ.835 રહી, અંતે રૂ.18 ઘટી રૂ.896.50 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.528 ખૂલી, ઊપરમાં રૂ.530 અને નીચામાં રૂ.455 રહી, અંતે રૂ.19 ઘટી રૂ.507.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.240.30 ખૂલી, ઊપરમાં રૂ.273 અને નીચામાં રૂ.208 રહી, અંતે રૂ.17.50 વધી રૂ.235.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18 ખૂલી, ઊપરમાં રૂ.19.95 અને નીચામાં રૂ.17.10 રહી, અંતે રૂ.0.40 વધી રૂ.17.85 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.351 ખૂલી, ઊપરમાં રૂ.410.50 અને નીચામાં રૂ.341 રહી, અંતે રૂ.9.50 ઘટી રૂ.370 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,173 ખૂલી, ઊપરમાં રૂ.1,349.50 અને નીચામાં રૂ.1,173 રહી, અંતે રૂ.120.50 વધી રૂ.1,292 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.667 ખૂલી, ઊપરમાં રૂ.850 અને નીચામાં રૂ.667 રહી, અંતે રૂ.12 વધી રૂ.777.50 થયો હતો.

- text