અત્યંત ખર્ચાળ સ્પાઈન મસક્યુલર એટ્રોફી રોગની સારવાર ગરીબો માટે ઉપલબ્ધ કરાવવા SSDની માંગ

- text


મોરબી : રાજ્ય સરકાર સ્પાઈન મસક્યુલર એટ્રોફી નામના અતિ ગંભીર રોગ જેમાં રૂ. 16 કરોડના ઇન્જેક્શનની જરૂર પડતી હોય, તેની સારવાર ઉપલબ્ધ કરે તેવી માંગ સાથે સ્વયમ સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા જિલ્લા કલેકટરને SMA-1(સ્પાઈન મસક્યુલર એટ્રોફી) નામની બીમારી બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું. આ બીમારીમાં બાળકને બચાવવા માટે 16 કરોડના ઈન્જેકશનની જરૂર પડે છે.16 કરોડની રકમ મધ્યમ વર્ગના પરિવાર માટે મોટી રકમ હોવાથી બાળકની સારવાર કરાવી શકતા નથી. જેના કારણે ઘણા બાળકો મૃત્યુ પામ્યા છે. અને હાલમાં પણ ઘણા બાળકો આ બીમારી સામે લડી રહ્યા છે તો સરકાર આવા બાળકોને બચાવવા વ્યવસ્થા ઉભી કરે. એવી રજુઆત કરવામાં આવી..

- text

- text