છેલ્લા 10 વર્ષમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયો : માળીયા વરસાદમાં પણ પછાત

- text


2022માં હજુ જોઈએ તેવી મેઘકૃપા નથી ત્યારે 2017માં ટંકારામાં સૌથી વધુ 63.58 ઇંચ વરસાદ નોંધાયો હતો

મોરબી : ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું 15 જૂને સમયસર આગમન થઈ ચૂક્યું છે પરંતુ મોરબી જિલ્લામાં હજુપણ જોઈએ તેવી મેઘકૃપા વરસી નથી પરંતુ જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે પણ મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. છેલ્લા દાયકામાં વરસાદના આંકડા જોઈએ તો મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો ચેરાપુંજી બન્યો છે અને સૌથી વધુ 63.58 ઈંચ વરસાદ 2017માં નોંધવા પામ્યો હતો.

મોરબી જિલ્લામાં વર્ષાઋતુ દરમિયાન છેલ્લા એક દશકના આંકડા જોઈએ તો ઉત્તર-ચડાવ વચ્ચે સૌથી વધુ વરસાદ 2019-20માં નોંધાયો હતો.વર્ષ 2019માં સરેરાશ 4867 મીલી મીટર અને 2020માં સરેરાશ 5426 મીલી મીટર નોંધવા પામ્યો હતો. તાલુકા વાઇસ વરસાદની સ્થિતિ જોઈએ તો વર્ષ 2012માં હળવદ તાલુકામાં 636 મીમી, 2013માં 320 મીમી, 2014માં 340 મીમી,2015માં 530 મીમી,2016માં 228 મીમી, 2017માં 782મીમી,2018માં 130 મીમી,2019માં 682મીમી, 2020માં 729 મીમી અને 2021માં 516મીમી મળી સરેરાશ હળવદ તાલુકામાં 519.3 મીમી વરસાદ વરસ્યો હતો.

એ જ રીતે માળીયા મિયાણા તાલુકાની દાયકાની સ્થિતિ જોઈએ તો વર્ષ 2012માં માળીયા તાલુકામાં 275 મીમી, 2013માં 940 મીમી, 2014માં 435 મીમી,2015માં 530 મીમી,2016માં 355 મીમી, 2017માં 542મીમી,2018માં 171 મીમી,2019માં 702મીમી, 2020માં 822 મીમી અને 2021માં 308મીમી મળી સરેરાશ માળીયા તાલુકામાં 508 મીમી વરસાદ વરસ્યો હતો.

- text

મોરબી તાલુકાની વર્ષ વાઇસ સ્થિતિ જોઈએ તો વર્ષ 2012માં મોરબી તાલુકામાં 266 મીમી, 2013માં 837 મીમી, 2014માં 494 મીમી,2015માં 603 મીમી,2016માં 494 મીમી, 2017માં 913મીમી,2018માં 272મીમી,2019માં 1151મીમી, 2020માં 1425 મીમી અને 2021માં 550મીમી મળી સરેરાશ મોરબી તાલુકામાં 700.5 મીમી વરસાદ વરસ્યો હતો.

મોરબી જિલ્લાના ચેરાપુંજી સમાન ટંકારા તાલુકામાં છેલ્લા દાયકાનો વરસાદ જોઈએ તો વર્ષ 2012માં ટંકારા તાલુકામાં 361 મીમી, 2013માં 929 મીમી, 2014માં 478મીમી,2015માં 750મીમી,2016માં 995 મીમી, 2017માં 1615મીમી,2018માં 326મીમી,2019માં 1333મીમી, 2020માં 1367મીમી અને 2021માં 733મીમી મળી સરેરાશ ટંકારા તાલુકામાં 838.7મીમી વરસાદ વરસ્યો હતો.

વાંકાનેર તાલુકામાં છેલ્લા દસ વર્ષનો વરસાદ જોવામાં આવે તો વર્ષ 2012માં વાંકાનેર તાલુકામાં 367 મીમી, 2013માં 653 મીમી, 2014માં 375મીમી,2015માં 372મીમી,2016માં 260 મીમી, 2017માં 906મીમી, 2018માં 242મીમી,2019માં 999મીમી, 2020માં 1083મીમી અને 2021માં 567મીમી મળી સરેરાશ ટંકારા તાલુકામાં 582.4મીમી વરસાદ વરસ્યો હતો.

- text