મોરબી જુના બસ સ્ટેન્ડના પાછળના દરવાજે ગંદકી ગંજ ખડકાયા

- text


પસાર થતી વખતે રીતસર ઉબકા આવે તેવી ભયાનક ગંદકી છતાં તંત્રનું ભેદી મૌન

મોરબી : તંત્રના પાપે મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ ગંદકીનું ઘર બની ચૂક્યું છે. જેમાં જુના બસ સ્ટેન્ડના પાછળના દરવાજામાં ગંદકીના ગંજ એટલી હદે ત્યાંથી પસાર થતી વખતે રીતસર ઉબકા આવે તેવી ભયાનક ગંદકી છવાઈ ગઈ છે. આમ છતાં તંત્રના ભેદી મૌનને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડને થોડા સમય નવા રંગરૂપ સાથે નવું અદ્યતન બનાવવામાં આવ્યું હતું. જુના બસ સ્ટેન્ડને નવું તો બનાવ્યું પણ તંત્ર જાળવણી કરવાનું ભૂલી ગયું હોય ગંદકી સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. વર્ષો પહેલા જુના બસ સ્ટેન્ડ પાછળના દરવાજે જ્યાં શૌચાલય આવેલું છે. તે સ્થળે કચરાનો એટલી હદે પથરો પડ્યો છે કે, સારી જગ્યા શોધી જડે એમ નથી. બસ સ્ટેન્ડ નવું બન્યા બાદ પણ જુના બસ સ્ટેન્ડ પાછળના દરવાજે કચરાના ગંજ ખડકાયા છે. આ ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. બસ સ્ટેન્ડ હોવાથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે અને અહીથી પસાર થાય છે. પણ ગંદકીના ગંજ એટલી હદે ફેલાયેલા છે કે લોકોનું માથું ભમી જાય અને રીતસરની ઉલટી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આમ છતાં એસટી તંત્ર કે નગરપાલિકા તંત્ર જરાય પગલાં ભરતું ન હોવાથી લોકોને આવી ગંદકીની ભયંકર યાતના વેઠવા સિવાય છૂટકો જ નથી.

- text

- text