ટંકારા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અને બાળ-મહિલા કાયદાની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

- text


 

ટંકારા: જિલ્લામાં ગંભીર રોડ અકસ્માત બનતા અટકાવવા માટે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ ટંકારા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા બાળ સુરક્ષા તેમજ મહિલાઓના અધિકાર તથા મહિલાઓને લગતા કાયદાઓની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને હેલ્મેટ, શીટ બેલ્ટ, ટ્રાફિક સિગ્નલ, ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ ન કરવો, નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહન ચલાવવું નહીં, પાર્કિંગ તથા રોડ સેફ્ટી બાબતે તથા સલામત રીતે વાહન ચલાવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જેમાં ૨૨૫ જેટલી વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીઓને કોઈ આવારા તત્ત્વો હેરાન પરેશાન ન કરે તથા ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ બાળ સુરક્ષા તેમજ મહિલા અધિકાર તેમજ મહિલાઓને લગતા કાયદાઓનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

 

- text