અગ્નિપથ યોજનાના વિરોધમાં મોરબી યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

- text


કોંગ્રેસના આગેવાનોએ નહેરુ ગેઇટ ચોકમાં ભાજપ સરકારને આડેહાથ લઈ ભારે વિરોધ પ્રદર્શન કરતા અંતે પોલીસે અટકાયતી પગલાં ભર્યા

મોરબી : કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના સામે વિપક્ષ કોંગ્રેસ જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે મોરબીમાં યુવક કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે કોંગ્રેસી કાર્યકરો સામે અટકાયતી પગલાં લીધા હતા.

મોરબી યુવક કોંગ્રેસ દ્વારા યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા. જેમાં કોંગ્રેસ અગ્રણીઓ મુકેશ ગામી, મહેશ રાજ્યગુરુ, મનોજ પનારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો આજે નહેરુગેઇટ ચોક ખાતે એકઠા થઇ અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણા યોજી સરકાર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી હતી અને યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના બંધ કરવાની માંગ કરી હતી તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અંતે પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરતા કોંગી અગ્રણીઓએ ભાજપના ઈશારે અટકાયત કરીને અવાજ દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવનો આક્ષેપ કર્યો હતો.

- text

- text