માળીયાના ખીરઇ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબીના ચાર અને હળવદનો એક શખ્સ પોલીસની ઝપટે 

માળીયા : માળીયા તાલુકાના ખીરઇ ગામે તળાવના કાંઠે જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને પગલે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 20,540 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખીરઇ ગામે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અકબરભાઇ હબીબભાઇ સામતાણી, રહે. ખીરઇ, નરેન્દ્રભાઇ અમૃતલાલ પાટડીયા, રહે.મોરબી લગધીરવાસ ચોક આર્ય સમાજ શેરી, રમજાનભાઇ રહેમાનભાઇ સામતાણી, રહે.મેઇન બજાર ખીરઇ, રશીકભાઇ શીવજીભાઇ તન્ના, રહે.ભવાની ચોકની પાછળ મહાલક્ષ્મી એપાટમેન્ટ મોરબી, કૌશીકભાઇ ચંદુભાઇ સોલંકી, રહે. ગ્રીન ચોક પારેખ શેરી મોરબી, આનદભાઇ કલ્પેશભાઇ ભટ્ટ, રહે.મોરબી પારેખ શેરી ગ્રીન ચોક મોરબી અને કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા, રહે. જુના દેવળીયા તા.હળવદ વાળા જાહેરમાં તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

માળીયા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 20,540 કબ્જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text