હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ, વાવઝોડાની આગાહી : નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ

- text


 

ગુજરાતના દરિયામાં લો પ્રેસર સર્જાતા ભારે પવન ફૂંકાશે

મોરબી : ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું હોવાથી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શકયતા જોતા મોરબીના નવલખી સહિત તમામ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં જિલ્લામાં દરિયામાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- text

નોંધનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે. જેથી સૌરાષ્ટ્રના જખૌ, માંડવી, મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં સહિતના બંદરો ઉપર દરિયામાં કરંટ જોતા 3 નંબરના ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

- text