ધાધર ન થાય તે માટે શુ કાળજી રાખવી ? થયા બાદ છુટકારો કેમ મેળવવો ? : ડો. વૈશાલી સરડવાએ આપ્યા મહત્વના સૂચનો

વિનસ સ્કીન કલીનિકમાં ચામડી, વાળ, નખ, ગુપ્ત રોગોનું સચોટ નિદાન તથા સારવાર, કોસ્મેટોલોજીની પણ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સાવસર પ્લોટમાં આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં સાગર હોસ્પિટલમાં બીજા માળે વિનસ સ્કીન ક્લિનિક કાર્યરત છે. જ્યાં જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાના નિદાન તથા સારવારનો લાભ મળે છે. ડો. વૈશાલીએ ગુજરાતની સર્વશ્રેષ્ઠ મેડિકલ કોલેજ બી.જે. મેડિકલ મેડિકલ કોલેજ- અમદાવાદથી MBBS તથા વી.એસ. હોસ્પિટલ- અમદાવાદથી MDની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ ગુજરાતની જાણીતી પરલી સ્કીન એન્ડ લેસર ક્લિનિકમાં 2 વર્ષનો પ્રાઇવેટ પ્રેક્ટિસનો અનુભવ ધરાવે છે. તેઓ ચામડી, વાળ, નખ, ગુપ્ત રોગો અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત છે. તેઓએ અત્યાર સુધીમાં હજ્જારો દર્દીઓનું સફળ નિદાન તથા સારવાર કરી છે. તેઓએ ધાધરને લગતા સોનેરી સૂચનો આપ્યા છે.

ડો. વૈશાલી સરડવા જણાવે છે કે ધાધર એ એક ફૂગના કારણે થતો ચેપી રોગ છે. ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ઘસારો વગેરે પરિબળો ધાધરના રોગ માટે મુખ્ય જવાબદાર છે. શરૂઆતમાં ધાધર થવાનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે નાના બાળકોથી માંડી યુવાનો, વડીલો બધાને આ રોગ થવા લાગ્યો છે. નાનકડી એવી ધાધર થાય તો પણ તુરત ડોકટર પાસે જઈ સલાહ અને સારવાર કરાવવી અત્યંત જરૂરી છે જેથી આપણે ધાધર ને ફેલાતા પહેલા જ નેસ્તનાબૂદ કરી શકીએ.


પહેરવેશ, પરસેવો, લાઇફ સ્ટાઇલ જેવા પરિબળો ધાધર માટે જવાબદાર

ધાધર મોટાભાગે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ધસારો, કપડાના ધસારાના કારણે થાય છે. ખાસ કરીને એવા ભાગમાં જયાં બે ચામડી ભેગીથતી હોય જેમ કે  સાથળનો મુળ, બગલનો ભાગ, છાતી નીચે ના ભાગોમાં આ ઇન્ફેકશન થતું હોય છે.
ઘરમાં કોઈ વ્યક્તિને ધાધર હોય તો એનો ચેપ બીજાને લાગતો હોય છે. એટલે ધાધર ન થાય એની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને ઉનાળામાં કોટનના અને ખુલતા કપડા પહેરવા જોઈએ જેથી કોટનનું કાપડ પરસેવાને શોષી લે છે, ખુલતા કપડા હશે તો પરસેવો ઓછો થશે. એક કપડા ધોયા વગર બીજી વાર નહીં પહેરવાના, કપડા અલગથી ધોવાના, વોશીંગ મશીનમાં કે ડોલમાં એક સાથે કપડા પલાળવાના નહીં કેમ કે, ધાધર ચેપી રોગ છે. ધાધર એ તકવાદી વસ્તુ છે તે ગમે ત્યારે તક મળે એટલે એ ફરીથી થાય છે જો આપણે એ તક ન આપી તો એ થતી નથી. હાલમાં ધાધરનું પ્રમાણ  વધવાનું કારણ લોકોમાં ધાધરની જાગૃતિ ઓછું હોવાનું છે. જેથી ધાધર થાય તો તે ચામડીના નિષ્ણાંત પાસે જઇ એની વ્યવસ્થિત સારવાર કરાવવી જોઇએ.

ઘણા દર્દીઓ એવા પણ આવે છે કે, દવા કર્યા પછી મટી ગયા પછી થોડા દિવસોમાં પાછી થાય તો અમને પ્રશ્ન પુછે કે આમ કેમ થાય છે. એટલે દર્દીને અમે પુછતા હોય છે કે, ઘરમાં બીજા કોઈને ધાધર છે કે નહીં જો કોઈને હોય તો તેની પણ દવા કરાવવાની રહેશે. ઘરમાં એકાદ વ્યક્તિની દવા નહીં થાય તો તેનો ચેપ બધાને લાગ્યા રાખશે. આથી ઘર માં જેટલા પણ લોકો ને ધાધર હોય એ બધાની સારવાર સાથે કરાવવી જરૂરી છે.


બજારમાં મળતી ક્રિમથી ધાધરમાં રાહત થાય છે, પરંતુ જડમૂળમાંથી મટતી નથી

ધાધર વધવાનું કારણ એ કે આપણે ધાધરની સરખી સારવાર કરતા નથી અને લોકો ગમે તે ક્રીમ લગાવે છે અને જે પીવાની દવા આવે તે નથી પીતા. કયારેક એવું થાય છે કે ટેમ્પરરી ક્રિમ આપણે લગાવીએ છીએ તો તે થોડા સમય જ અસર કરે છે અને તે મટતી નથી. ધાધર પર  સ્ટીરોઈડ યુકત ટયુબ લગાવવાથી ચામડીને ઘણુ નુકશાન થાય છે. આપણને એમ લાગે કે એ ફાયદો કરે છે એનું કારણ એ છે કે સ્ટીરોઈડમાં એવા ગુણધર્મો હોય છે કે જે ખંજવાળ ઓછી કરે છે તેમજ ધાધરમાં જે લાલ ચાંભા થાય છે એ ઓછા કરે છે જેથી લોકોને એ ઝડપથી ફાયદો કરે છે એવું લાગે છે. એટલે દર્દીઓ આળસના લીધે કે સમય નથી હોતો એના લીધે ડોકટર પાસે ન જતા સીધા મેડિકલ સ્ટોરમાં જઈને આવી ક્રિમ લઈ લેતા હોય છે. દર્દી આ સ્ટીરોઈડથી અજાણ હોય છે તે ધાધરની દવા સમજીને જ લગાવતા હોય છે. પરંતુ એ ક્રિમમાં ચાર થી પાંચ અલગ અલગ પ્રકારની દવા હોય છે જેમાં એન્ટી બાયોટીક હોય, એન્ટી ફંગલ હોય અને સ્ટીરોઈડ હોય છે. આમાંથી એક વસ્તુ કામ કરે છે તો બીજી વસ્તુ શરીરને નુકશાન કરતી હોય છે. સ્ટેરોઇડયુક્ત ક્રીમ થી લાલ ચાઠા દેખાતા ઓછા થઈ જાય છે એટલે દર્દીને એમ થાય છે ધાધર મટી ગઈ પણ ખરેખર મટયું નથી પણ ધાધર દબાઈ ગયી હોય છે. જેવું લાલ ચાઠા દેખાતા બંધ થાશે એટલે દર્દી ક્રિમ લગાવવાનું બંધ કરી દેશે જેથી ત્યાં ધાધર પેલા કરતા પણ વધારે થાશે ફરી પાછી દર્દી એ જ ક્રિમ લગાવશે અને લાલ ચાઠા દેખાતા બંધ થઈ જાશે અને આ ચક્ર આમ જ ચાલતું રહેશે. એક સમય એવો આવશે કે એ ક્રિમ કામ કરતી બંધ થઈ જાશે અને પછી એની સાઈડ ઈફેકટ દેખાશે. સાઈડ ઈફેકટમાં સ્ટ્રેચ માર્ક થવા, ચામડી પાતળી થઈ જવી. જો આવા સ્ટ્રેચ માર્ક રહી ગયા હોય એ કાયમી માટે રહી જાય છે પછી એનો કોઈ ઈલાજ નથી થતો. આજ કાલ વધારે પ્રમાણમાં જેટલા દર્દીઓ આવતા હોય એ કોઈને કોઈ આવી ક્રિમ લગાવીને જ પછી ચામડીના નિષ્ણાંત પાસે આવતા હોય છે. એટલે દર્દીને સૌથી પહેલા અમે એ જ પુછીએ કે તમે કઈ ક્રિમ અત્યાર સુધી લગાવી છે અને એમાંથી મોટાભાગના દર્દીઓએ આવી સ્ટીરોઈડ યુકત ક્રિમ લગાડેલી હોય છે.ધાધર થાય ત્યારે  લોકોએ જાતે ક્રિમ ન લગાવી પણ સંપૂર્ણ મટાડવા માટે ચામડીના નિષ્ણાત ડોક્ટર ની સલાહ મુજબ દવાઓનો કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે

ધાધર ને લગતી આવી નાની નાની બાબતો વિષે જનજાગૃતિ આવશે તો જ આપણે ધાધર ને ફેલાતી અટકાવી શકશું અને ધાધર નું પ્રમાણ ઘટાડી શકશું. આથી ધાધર થાય ત્યારે કોઈ પણ જાત નો વિલંબ કર્યા વગર ચામડીના નિષ્ણાત ડોક્ટર ની સલાહ મુજબ સારવાર કરવી.


વિનસ સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ વિવિધ સારવાર

  • ચામડીના રોગો જેવા કે ખસ, ખરજવું, દાદર, ગુમડા, કરોળીયા, વાઢીયા, એલર્જી વગેરેનું સચોટ નિદાન તથા સારવાર
  • ચામડીના અન્ય હઠીલા રોગો જેવા કે સોરીયાસીસ, લાઈકન પ્લેનસ, પેમ્ફીગસ, સફેદ ડાઘ( કોઢ), વગેરેનું નિદાન તથા સારવાર
  • વાળના રોગો જેવા કે ઉંદરી, ખરતા વાળ, માથામાં ઝુ પડવી, ટાલ, ખોડો થવો વગેરેની સારવાર
  • નખના રોગો જેવા કે નખની ફૂગ, નૈયા પાકવા, બટકણા નખ વગેરેની સારવાર
  • ગુપ્ત રોગો જેવા કે ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, મસા થવા, હરપીસ, ચાંદા પડવા, સ્ત્રીઓને સફેદ પાણી પડવું, HIV, SYPHILLS જેવા રોગોનું નિદાન તથા સારવાર
  • ખીલ, ખીલના ડાઘ,ખીલના ખાડાઓ માટે દવાઓ, કેમિકલ પીલિંગ, ડર્મારોલર તથા P.R.P દ્વારા સારવાર
  • શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે USFDA એપૃવ્ડ અતિ આધુનિક ડાયોડ લેસર દ્વારા સારવાર
  • ચહેરા પરના કાળા ડાઘ(PIGMENTATION), દાઝ પડવી( MELASMA) આંખની આજુબાજુના કાળા કુંડાળા, મોંની આસપાસના કાળા ડાઘ વગેરેની સારવાર
  • સ્કીન પોલીસિંગ, સ્કીન ગ્લો, બેક શાઇનિંગ વગેરે માટે યોગ્ય સારવાર
  • ચેપી તથા બિનચેપી મસા, કપાસી વગેરે માટે RF કોટરી દ્વારા સારવાર
  • ચામડીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન, માર્ગદર્શન અને યોગ્ય સારવાર

વધુ વિગત માટે મો.નં. 9724977160 ઉપર સંપર્ક કરો.

ડો. વૈશાલી સરડવા


વિનસ ક્લિનિકની સારવારથી મળેલા પરિણામો