મોરબીમાં આજે રાત્રે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાશે

- text


ભાજપના પ્રદેશ મંત્રી અને વકતા મહેશભાઈ કસવાલા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની જીવનગાથા પ્રસ્તુત કરશે

મોરબી : ભાજપના પ્રેરણાસ્ત્રોત અને કાશ્મીર તેમજ રાષ્ટ્ની એકતા અને અંખીડતા પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ હોવાથી તેમના આ બલિદાનને યાદ કરીને આ મહાપુરુષને કોટી કોટી નમન કરવા માટે મોરબીમાં ભાજપ દ્વારા આજે રાત્રે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના પ્રદેશ મંત્રી અને વકતા મહેશભાઈ કસવાલા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની જીવનગાથા પ્રસ્તુત કરશે.

- text

મોરબીમાં ભાજપ દ્વારા આજે તા.૨૩ને ગુરુવારે રાત્રે ૮:૩૦ કલાકે રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત તથા રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવશે. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ દેશભક્તિને અનુરૂપ આ કાર્યક્રમમાં લોકોને હાજર રહેવા રવાપરના સરપંચ નીતિનભાઈ ભટાસણા તથા તમામ સદસ્યો તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text