મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં ઉજવાયો યોગ મહોત્સવ

- text


આર્ય વિદ્યાલયમના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ કર્યો યોગાભ્યાસ

‘યોગને જોવાથી નહીં પરંતુ અપનાવવાથી લાભ થાય છે’ : સોનિકાબેન

ટંકારા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે યોગ મહોત્સવ ઉજવાયો હતો. આર્ય વિદ્યાલયમના પટાંગણમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા.

યોગને વિશ્વના મોટાભાગના દેશોએ અપનાવ્યો છે. આથી જ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વ આખુ યોગમય બન્યુ. જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરતું હોય તેમ જણાઇ રહ્યુ છે. સાથે યુગઋષિ સ્વામી રામદેવજી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી આપણે યોગને નવી ઊંચાઈએ લઈ ગયા. જેના થકી આજે કરોડો લોકો ઘરે ઘરે યોગ અને યજ્ઞ કરતા થયા છે. જે આગળ જતા ગુરુકુળની પરંપરાને ફરી જીવંત કરશે. જેના થકી ભારત વિશ્વગુરુ બનવા આગળ વધશે.સમગ્ર ભારતની સાથે ગુજરાત યોગમય બન્યું અને ગુજરાતની તપોવન ભૂમિ એટલે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ ટંકારા જેમાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર આર્ય વિદ્યાલયમના પટાંગણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પતંજલિ યોગપીઠના ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનીકાબેનએ જણાવ્યું હતું કે યોગને જોવાથી નહીં પરંતુ અપનાવવાથી લાભ થાય છે. જે મનને એકાગ્ર કરી શાંત કરે છે. અને દક્ષિણ ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની વિશ્વને અમુલ્ય ભેટ છે. શાળાના વિશાળ મેદાનમાં હજારો લોકો એક સાથે સરકારના પ્રોટોકોલ મુજબ યોગ કર્યા અને નિયમિત યોગ અને યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વેળાએ પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલા આજીવન સેવાવ્રતી આચાર્ય જયકાંતજી, પતંજલિ યોગ સમિતિના યુવા રાજ્ય સહપ્રભારી ભાવિકભાઈ પટેલ, મોરબી જિલ્લા ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, મહિલા પ્રભારી ભારતીબેન રંગપરિયા, યોગ પ્રભારી નરશીભાઈ અંદરપા, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, સહપ્રભારી ખુશાલભાઈ જગોદરા, કિસાન પ્રભારી ભુદરભાઈ જગોદરા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા, મામલતદાર એન. પી. શુક્લ, TDO હર્ષવર્ધનસિંહ ડી. જાડેજા, માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા, અગ્રણી બિલ્ડર ડી.એલ.રંગપરિયા, આર.એસ.એસ મોરબી જિલ્લા કાર્યવાહ લલીતભાઈ ભાલોડીયા, માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, ધર્મ જાગરણ સમિતિના ચંદુભાઈ વૈષ્નાણી, યોગ શિક્ષકો પિયુષભાઈ કલોલા, નંદલાલ મેરજા, અનસોયાબેન હોથી, મીનાબેન માકડીયા, કાંતાબેન વડસોલા, પીનલબેન ચારોલા, આર્ય સમાજના પંડીત સુવાસજી, ટંકારા તાલુકા યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા, યોગ શિક્ષક ચેતનભાઈ સાપરિયા, ડો. જીતેન્દ્રભાઈ ઠક્કર, ભૂમિકાબા પરમાર, ફાલ્ગુનીબેન વાઘેલા, જીનતબેન સમા, આસ્થાનાબેન સોહરવદી, સોનલબેન ગાંધી, મીરાબેન હિશું, રાધિકાબેન હિશું તેમજ મોરબી અને ટંકારાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

- text

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્ય સમાજ ટંકારાના મંત્રી દેવજીભાઈ પડસુંબિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text