સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

- text


સલામતીનાં સાધનોની ખરીદી માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦/-ની સહાય અપાશે

મોરબી : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

- text

અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૩/૦૭/૨૦૨૨ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક) કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૦/૦૭/૨૦૨૨ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

- text