મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1365 લાભાર્થીઓને મકાનો અર્પણ

- text


જિલ્લા પંચાયત દ્વારા જાહેર સમારોહમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોપાઈ

મોરબી : જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને ઘરનું ઘર મળે તે માટે તમામ સુવિધાઓ સાથે આવાસો બનાવવામાં આવ્યા હતા. જેમાં આવાસો તૈયાર થઈ જતા જિલ્લા પંચાયત દ્વારા લાભાર્થીઓને મકાનોની સોંપણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1365 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસો સોપાયા છે.

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી માત્ર સસ્તા દરે 1365 ઘરવીહીણા લોકોને પોતાના સ્વપ્નનું ઘર સાકાર થયું છે. કાચા મકાનો કે ઝુંપડામાં રહેતા લોકોને ઘરનું ઘર બનાવી આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) દ્વારા આવાસ યોજના હેઠળ વર્ષ 2017થી 2022 સુધીમાં 1365 લાભાર્થીઓ આ યોજના માટે હકકદાર બન્યા હતા. દરમિયાન આજે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 હજાર કરોડના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1365 લાભાર્થીઓને મકાનો સોંપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા, જિલ્લા પંચાયતની કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુબિયા, જિલ્લા કલેકટર જે. બી.પટેલ, ડીડીઓ પી.જે.ભગદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text