વાંકાનેરની પંચાસિયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી જાહેર : 4 જુલાઈએ મતદાન

- text


વાંકાનેર ધારાસભ્યને કાનૂની જંગમાં પછડાટ મળ્યા બાદ તાકીદે ચૂંટણી જાહેર

વાંકાનેર : વાંકાનેર ધારાસભ્યના વર્ચસ્વ વાળી પંચાસિયા કિશાન સેવા સહકારી મંડળીમાં બેઠા થાળે ચૂંટણી યોજવામાં આવી હોવાના આક્ષેપ સાથે લવાદ કોર્ટમાં મામલો પહોંચતા કોર્ટે તાકીદે ચૂંટણી યોજવા આદેશ કરતા મંડળીની ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે જે અન્વયે આગામી 4 જુલાઈએ મતદાન થશે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ધારાસભ્યના વર્ચસ્વ વાળી પંચાસિયા કિશાન સેવા સહકારી મંડળીમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાને બદલે બેઠાથાળે ચૂંટણી યોજી કારોબારી રચાઈ ગઈ હોવાના આક્ષેપ સાથે મંડળીના અન્ય સભ્યએ કાનૂની લડત આપતા નામદાર કોર્ટ દ્વારા હોદ્દેદારોનું માળખું વિખેરી તાકીદે જિલ્લા રજિસ્ટ્રારને ચૂંટણી યોજવા અને વહીવટદાર નિમવા આદેશ કર્યો હતો.

- text

વધુમાં આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે જે અન્વયે આગામી તા. 18જુનના રોજ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ સાથે મંડળીમાં ખાલી પડેલ જગ્યાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 21 જૂને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી તા.23 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરાશે અને આગામી તા.4 જુલાઈએ મતદાન દિવસ નક્કી કરાયો છે જેનું પરિણામ તા.4 ના દિવસે જ જાહેર કરાશે.

- text