પાકિસ્તાનમાં વસતા બ્રહ્મ સમાજને સ્વદેશ લવાશે

- text


બ્રહ્મ સમાજની જવાબદારી ઊઠાવતા કચ્છના ટી.ડી.ઓ

મોરબી : પાકિસ્તાનમાં રહેતા બ્રહ્મ સમાજના બે મોટા પરિવાર જેઓ ભારત પરત આવવા ઇચ્છતા હોવાથી તેઓની જવાબદારી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ ટી.ડી.ઓ.એ ઉઠાવી છે.તેમજ તેઓના 6 મહીના માટે રહેવા અને જમવાની જવાબદારી પણ ઉઠાવી છે.

પાકિસ્તાનમાં રહેતા બ્રહ્મ સમાજના બેતાલીસ બંધુઓનું સમૂહ પાકિસ્તાન છોડી ભારતમાં વસવાટ કરતાં ઇચ્છતા હોવાથી સરકારની પોલિસી મુજબ તેઓની જવાબદારી કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઉઠાવે તો જ ભારત વસવાટ કરવા મંજૂરી આપી શકાય.તેથી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ ટી.ડી.ઓ જે.પી.ગોર સાથે સંપર્ક કરી ફોન દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનિલભાઈ મહેતા અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડયા સાથે વાતચીત કરવામાં આવી હતી.

- text

વધુમાં જે પી ગોર, ભુજ ઔ.બ્રહ્મ.સના પ્રમુખ ધીરેનભાઈ જોષી અને મુકેશભાઈ રામદયાએ રૂબરૂ ગેરેન્ટરના ડોક્યુમેન્ટ આપ્યા હતા.તેમજ તેઓને છ મહિના સુધી રહેવા જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતા આવનાર દિવસોમાં આ બ્રહ્મ પરિવાર ભારતની ભૂમિ ઉપર પરત આવી શકશે.

- text