માળીયાના ચાર રોડ મંજૂર થતા રાજયમંત્રીનો આભાર માનતા જિલ્લા ભાજપ મહામંત્રી

- text


મોરબી : મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હકારાત્મક પ્રયાસોથી સરકાર દ્વારા માળીયા તાલુકાના વવાણિયાથી- બગસરા, જાજાસરથી -દેવગઢ, દેવગઢથી- માળીયા, જાજાસરથી -બગસરા એમ આ ચારેય માર્ગો રૂ.105 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા.આ રોડ મંજૂર થતા ગામલોકોમાં આંનદની લાગણી વ્યાપી ગઈ છે. ઘણા સમયથી આ રોડને નવા બનાવવાની માંગ આખરે સાકાર થતા વવાણીયા ગામના અગ્રણી અને જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ રાજયમંત્રી બ્રિજેશ મેરજા અને સરકારનો આભાર માન્યો છે.

- text