કિશાન સેવા સહકારી મંડળી પંચાસીયાની ચુંટણી રદ્દ : વાંકાને૨ના ધા૨ાસભ્ય પીરઝાદાને પછડાટ

- text


વહીવટદારની નિમણુંક કરી જીલ્લા રજીસ્ટાર મારફત ચુંટણી ક૨વાનો હુકમ ક૨તી લવાદ કોર્ટ

મોરબી : વાંકાનેર તાલુકાની પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી પ્રક્રિયા રદ્દ કરવા રાજકોટની લવાદ કોર્ટે હુકમ કરતા મંડળીના કર્તાહર્તા સમાહર્તા એવા વાંકાનેર ધારાસભ્યને પછડાટ મળી છે. મંડળી સભાસદ યુનુસભાઈ માહમદભાઈ ખોરજીયાએ ચુંટણી રદ્દ કરીને ફરીવાર જીલ્લા રજીસ્ટાર મોરબી મારફત ચુંટણી કરવાનો દાવો દાખલ કરેલ અને તેમાં નામ. લવાદ કોર્ટ દ્વારા કારોબારી સમિતી સભ્યોની ચૂંટણી રદ કરીને જીલ્લા રજીસ્ટારને તટસ્થ ચુંટણી અધિકારીની નીમણુંક કરીને મંડળીના સભ્યોની ચુંટણી ફરીવાર કરવાનો હુકમ ક૨ેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયામાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા કારોબારી સમિતી સભ્ય છે અને અગાઉ આ મંડળીમાં પમુખ તરીકે સેવા આપી ચૂકેલ છે.કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયાના વ્યવસ્થા કમીટી સભ્યોની મુદત સને ૨૦૨૧ માં પુર્ણ થતી હોય જેથી મંડળીના જાગૃત સભાસદો તટસ્થી રીતે ચુંટણી થાય તેવી માંગ સાથે જરુરી વિગતો માંગી હતી પરંતુ વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા ત્થા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી કોઈ વિગતો, હકીકતો આપવામાં ન આવતા આ બાબતે રાજય રજીસ્ટાર, જીલ્લા રજીસ્ટાર સહીતની ઓથોરીટી સમક્ષ રજુઆતો થયેલ હતી.

વધુમાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા તથા તેમની પેનલ પાસે બહુમતી ન હોવાથી બેઠાથાળે અને કોઈપણ સભાસદનો જાણ કર્યા વગર ચુંટણી કરી નાખશે તેવી દહેશત હતી અને સદરહું મંડળીના હોદેદારોએ તે શંકા મુજબ બેઠાથાળે ચુંટણી કરી નાખેલ જેથી મંડળીના સભાસદોએ આ અંગેની જીલ્લા રજિસ્ટ્રાર મોરબીને રજુઆત કરતાં નામદાર લવાદ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવાનું જણાવેલ જેથી મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ચુંટણી રદ કરવા અને ફ૨ીવાર ચુંટણી ક૨વા માટેની દાદા માંગી હતી.

- text

મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયા એવી જોરદાર રજુઆત કરેલ છે કે, મંડળીના હાલના હોદેદારોએ તેની પાસે બહુમતી ન હોવા છતાં મંડળીમાં પોતે ચીટકી રહે તેવા બદઈરાદાથી કોઈપણ સભાસદોને જાણ થયા વગર ચુંટણી કરી નાખેલ છે અને તે તમામ બાબતો મંડળીના રેકર્ડ ઉપરથી સાબીત થાય છે અને તે રીતે ચુંટણી પક્રિયા દુષીત થયેલ છે અને જયારે ચુંટણી પકીયા દુષીત થયેલ હોય તેવા સંજોગોમાં વચગાળાના તબકકે ચુંટણી રદ કરીને ફરીવાર ચુંટણી કરવી જોઈએ અન્યયા જે સભાસદો પાંચ વર્ષથી ચુંટણી લડવાની રાહ જોઈ રહેલ હોય તેનો કાયદાકીય હકક છીનવાય જાય છે અને લોકોનો સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે અને તેનાથી સહકા૨ી માળખુ જોખમમાં મુકાઈ જાય તેવું કૃત્ય કરેલ છે જેથી તે તમામ કૃત્ય,કાર્યવાહીઓ રદ કરી ફરીવાર ચુંટણી કરવી જરુરી છે.

જેથી નામદાર લવાદ કોર્ટના સીનીય૨ જજ જયકાંત દવે દ્વારા દાવા અરજી, જરૂરી દસ્તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ આપેલ, અદાલતે તમામ પેપર્સ, કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને સતિષ આર.દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્ય જણાતાં મંડળીના કારોબારી સમિતી સભ્યોની ચુંટણી ૨દ ક૨ીને જીલ્લા રજીસ્ટા૨ મો૨બીને તટસ્થ ચુંટણી અધિકારીની નીમણુંક ક૨ીને એક માસમાં ચુંટણી ક૨વી અને તેનો અહેવાલ નામદાર લવાદ કોર્ટમાં ૨જુ ક૨વાનો હુકમ ફ૨માવેલ છે.હુકમ અન્વયે જીલ્લા રજીસ્ટાર મંડળીમાં શુન્યઅવકાશ સર્જાય નહી તે માટે અને મંડળીનો વહીવટ ખોરવાઈ નહી તે માટે તાત્કાલીક અસરથી વહીવટદારની નીમણુંક કરતો હુકમ પણ ક૨વામાં આવેલ છે.આ કામમાં મંડળીના સભાસદ યુનુસ માહમદભાઈ ખોરજીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા, ૨ેનિશ માકડીયા રોકાયેલ હતા.

- text