મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા 26 જૂને રંગારંગ કાર્યક્રમ

- text


મોરબી : ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબીની યુવક સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આગામી 26 જુનના રોજ રવિવારે બપોરે 3-30 કલાકે જ્ઞાતિની વાડી, 10/11 સાવસર પ્લોટ મોરબી ખાતે બાળકો અને યુવાનો માટે સુંદર રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રંગારંગ એટલે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે વેશભૂષા, 5થી 13 વર્ષના બાળકો માટે સંગીત ખુરશી, 5થી 13 વર્ષના બાળકો માટે લિબું ચમચી, 5થી 13 વર્ષના બાળકો માટે એક મિનિટ તેમજ બાળકો તેમજ યુવાનો માટે પસંદ અપની-અપની, ડાન્સ,અભિનય, સિગીંગ કે અન્ય કોઈપણ કૃતિઓ પાંચ મિનિટ માટે રજુ કરી શકશે. આ રંગારંગ કાર્યક્રમમાં જ્ઞાતિજનો જ ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે રૂ.50ની એન્ટ્રી ફી રાખવામાં આવી છે.

- text