મોરબી શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી વેગવાન : વોકળા-નાલામાંથી 175 ટ્રેકટર કચરાનો નિકાલ

- text


ચોમાસુ નજીક છે ત્યારે અઠવાડિયામાં પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થવાની પાલિકાને આશા 

મોરબી :મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વોકળા અને નાલાની સફાઇ કરવામાં આવી રહી છે. જો કે ચોમાસુ નજીક આવી રહ્યું હોય આ વોકળા સફાઈની કામગીરી જલ્દી પુરી થાય તેવી લોકોએ માંગ ઉઠાવી છે ત્યારે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા વોકળા-નાલામાંથી 175 ટ્રેકટર કચરાનો નિકાલ કરાયો છે.

મોરબી નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રિમોંન્સુનની 40 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની 60 ટકા વોકળા સફાઈની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી હોવાનો નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ મોરબીમાં વોકળા-નાલામાંથી 175 ટ્રેકટર ભરાઈ તેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં કે દસ દિવસમાં બાકીની કામગીરી પુરી કરવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. એનું મેઈન કારણ જે તે વિસ્તારના વરસાદી નિકાલ માટે બુગદા-વોકળાની યોગ્ય રીતે સફાઈ થતી નથી.જેને કારણે દર વખતે વરસાદી પાણીની હૈયાહોળી સર્જાઈ છે. જો કે આ વખતે નગરપાલિકાએ ખુદ પોતે જ વોકળાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. પણ ચોમાસા જ ખબર પડશે કે તંત્રના આ દાવામાં કેટલો દમ છે.

- text