PM KISAN યોજના હેઠળ eKYC માટેની સમયમર્યાદા ૩૧મી જુલાઇ સુધી લંબાવાઇ

- text


મોરબીઃ આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PM KISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના વિશાળ હિતને ધ્યાને રાખી eKYC માટેની સમયમર્યાદા તારીખ ૩૧-૦૭-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. તમામ નોંધાયેલ ખેડુતોને PM KISAN (https://pmkisan.gov.in/) પોર્ટલ પર Farmers Corner માં eKYC વિકલ્પ પસંદ કરી પોતાની આધાર સંલગ્ન OTP ખરાઇ વહેલી તકે પુર્ણ કરવા જણાવાયું છે.

- text

બાયોમેટ્રીક ખરાઇ માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261/011-24300606 અથવા પોતાના ગ્રામસેવક, તલાટી, ખેડૂતમિત્ર કે વીસીઇ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text