મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધોરણ -10નું 77.14% પરિણામ

- text


મોરબી : આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મોરબી – માળીયા પુનરુત્થાન સમિતિ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય- મેઘપરનું ધોરણ10નુ 77.14% પરિણામ આવ્યું છે.

- text

ઉત્તર બુનિયાદી વિદ્યાલયની ચાર વિદ્યાર્થીનીઓએ 90થી વધુ પીઆર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. જેમાં મેવાડા કિરણએ 92.77 પીઆર, ભીત સુરજાએ 91.57 પીઆર, ડાંગર રાજવીએ 91.57 પીઆર તથા ગોસાઈ જેન્સીએ 90.77 પીઆર મેળવ્યા છે. ઝળહળતા પરિણામ બદલ આચાર્ય સી.એન.ડાંગર તથા પ્રમુખ નારણભાઈ મંઢ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text