હરબટીયાળીનું સહિયર કલાવૃંદ ગ્રુપ પ્રદેશ કક્ષાએ ઝળકયું

- text


વડોદરા મુકામે કલા મહાકુંભમાં રાસ ગરબામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગામનું નામ રોશન કર્યું

ટંકારા: હરબટીયાળી ગામની બહેનોનું સહિયર ક્લાવૃંદ ગ્રુપ કલામહાકુંભમાં પ્રદેશ કક્ષાએ ઝળકયું છે. સહિયર ક્લાવૃંદ ગ્રુપે અનુક્રમે તાલુકા, જિલ્લામાં કલામહાકુંભમાં ઓપન રાસ સ્પર્ધામાં ભાગ લઈ તારીખ 6/6/2022 ના રોજ વડોદરા મુકામે પ્રદેશ કક્ષાના કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હરબટીયાળી ગામનું નામ રોશન કર્યું હતું.

- text

આ તકે ગામના સરપંચ સરોજબહેન દેવરાજભાઈ સંઘાણીએ તેમજ ગામના અન્ય આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનોએ સહિયર ક્લવૃંદની તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. બહેનોના રાસની કોરિયોગ્રાફી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબહેને કર્યું હતું. તથા સહાયક સરોજબહેન સંઘાણી અને ધનજીભાઈ સંઘાણી તેમજ પિત્રોડા રસિકભાઈએ સેવા આપી હતી.

- text