દેકાવડીયા પરિવારનું ગૌરવ : નિકિતાએ ધો. 10માં મેળવ્યા 91.4 પીઆર

- text


પિતાએ ટેકનિશિયનનું કામ અને માતાએ સીવણ કામ કરીને દીકરીને ભણાવી 

મોરબી: આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીતાપુર ગામના અને હાલ વાવડી ખાતે રહેતા દેકાવડીયા રાજેશભાઈની દીકરી નિકિતાએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.

- text

ધોરણ-10ની પરીક્ષામાં નિશિતા દેકાવડીયાને 91.4 PR અને 81.4 ટકા આવ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ ખંત અને ધગશથી મહેનત કરીને ધોરણ-10ની પરીક્ષામાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. નિશિતાના પિતા રાજેશભાઈ કોન્ટ્રાક્ટ બેઝ પર ટેકનિશિયનનું કામ કરી રહ્યા છે અને માતા સીવણ કામ કરી રહ્યા છે. ત્યારે સામાન્ય પરિવારની દીકરીએ સારું પરિણામ મેળવતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

- text