નવા દેરાળામાં પાણીના ધાંધિયા : ઇન્ચાર્જનો ઉડાઉ જવાબ, કહ્યું, પાણી આ રીતે જ આવશે

- text


મોરબી: મોરબીના નવા દેરાળા ગામે પીવાના અને વાપરવાના પાણીને લઇને લોકો પરેશાન થઈ ગયા છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગામમાં છેલ્લા ૨૦ દિવસથી બરાબર પાણી મળતું નથી.

મહત્વનું છે કે, નવા દેરાળા ગામમાં જે પાણી આવે છે તે જ લાઈન મારફતે પીપળીયા સબમાંથી આવે છે. આ જ પાણી મોરબી થી પીપળીયા ચાર રસ્તા સુધી જાય છે. ત્યારે નવા દેરાળા ગામમાં બરાબર કેમ પાણી નથી મળતું તે અંગે ગામ લોકો તંત્રને સવાલ કરી રહ્યા છે.

ગામ લોકોનું કહેવું છે કે ગામમાં એક દિવસ મૂકીને એક દિવસ પાણી આવે છે. એમાં પણ ગામમાં આગળના જે ઘર છે ત્યાં જ પાણી આવે છે જ્યારે પાછળના ઘરના લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. પાછળના ભાગના લોકો ૨૦ દિવસથી બીજાના ઘરે જઈને પાણી લાવે છે. ગામ લોકો કહી રહ્યા છે કે જો પાણીની ખરેખર તંગી હોય તો આ કેનાલ ખેવારીયા રોડ થી નારણકા સુધી જાય છે. નારણકા ગામનું તળાવ ભર્યું છે. તો અમારા ગામમાં કેમ પાણી આવતું નથી. નવા દેરાળા ગામમાં પશુને પાણી પીવા માટેનો જે અવેડો ગામમાં આવેલો છે તે પણ ૨૦ દિવસથી એકદમ ખાલીખમ છે. જ્યારે આ અંગે પાણીના ઈન્ચાર્જને ગામ લોકો ફોન કરીને પૂછી રહ્યા છે ત્યારે ઇન્ચાર્જ મનફાવે તેવા ઉડાઉ જવાબ આપીને કહે છે કે, પાણી આમ જ આવશે. ત્યારે નવા દેરાળા ગામના લોકો પૂરતું પાણી મળી રહે તે માટે માગણી કરી રહ્યા છે.

- text

- text