મોરબીમાં ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે

- text


જુનાગઢ કૃષિ હવામાન વિભાગની આગાહી

મોરબી : ચોમાસાના દિવસો નજીક આવતા હોય ત્યારે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા તરફ છે. કાળઝાળ ગરમી વચ્ચે મોરબી વાસીઓ માટે રાહતના સમાચાર છે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં આવતીકાલથી પાંચ દિવસ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલ તા. 4/6/2022 થી 8/6/2022 દરમ્યાન હવામાન સુકુ, ગરમ અને અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આ દિવસોમાં મહત્તમ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે 68-75 અને 16-33 ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ તરફ રહેવાની તેમજ પવનની ઝડપ 26 થી 32 કિમી પ્રતિ કલાક રહેવાનું જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.

- text