વાંકાનેરના મહિકા ગામે મકાનના મનદુઃખમાં બે પરિવારો બાખડયા : સામસામી ફરિયાદ

- text


તલવાર, ધોકા, પાઇપ લઇને છુટ્ટા હાથની મારમારીમાં બન્ને પક્ષે કેટલાય ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે મકાનના મનદુઃખમાં તેમજ સ્મશાનમાં બોર કરાવવા મામલે બે પરિવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારી બાદ બન્ને પક્ષે તલવાર, ધોકા, પાઇપ લઈ સામસામે ધીંગાણું ખેલાતા બન્ને પક્ષે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મહિકા ગામે રહેતા મોહનભાઇ ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડાને ગામના સ્મશાનમાં બોર બનાવવા મામલે તેમજ મકાનના મનદુઃખમાં રાજુભાઇ ખીમાભાઇ ચાવડા, પ્રકાશભાઇ નથુભાઇ ચાવડા, મોહનભાઇ જીણાભાઇ ચાવડા, મુકેશભાઇ નથુભાઇ ચાવડા, કનુભાઇ જીણાભાઇ ચાવડા, અનીલભાઇ કનુભાઇ ચાવડા, કાળુભાઇ કનુભાઇ ચાવડા અને હીતેષભાઇ નથુભાઇ ચાવડાએ લાકડાના ધોકા, તલવાર જેવા હથીયાર ધારણ કરી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી છે.

- text

સામાપક્ષે ચંદ્રીકાબેન અનીલભાઇ કનુભાઇ ચાવડાએ મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા, સતપાલ મોહની ઉર્ફે ભરતભાઇ ચાવડા, મનીશભાઇ મોહન ઉર્ફે ભરતભાઇ ચાવડા, સંજયભાઇ ગીરીશભાઇ ચાવડા, રોહીતભાઇ ગીરીશભાઇ ચાવડા, કંચનબેન મોહનભાઇ ઉર્ફે ભરતભાઇ ચાવડા અને ગીતાબેન ગીરીશભાઇ ચાવડા રે.બધા મહીકા વાળા વિરુદ્ધ મકાનના મનદુઃખમાં પાઇપ, ધોકા, તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text