હળવદ લૂંટ પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ

- text


લૂંટારુઓ એક જોડી સોનાના બુટીયા અને 400 રોકડા લઈ ગયા

હળવદ : હળવદ નજીક ગઈકાલે મધ્યરાત્રીના પાઇપ, ધોકા લઈને ત્રાટકેલા બુકનીધારીઓએ ઓઈલમિલને નિશાન બનાવી એક વૃદ્ધને ઇજાઓ પહોંચાડી સોનાના બુટીયા અને રોકડ રકમની લૂંટ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયાને નિશાન બનાવી ગઈકાલે બુકનીધારી તસ્કરોએ આંતક મચાવી વૃદ્ધને ધોકાવી સોનાના એક જોડી બુટીયા અને 400 રૂપિયા રોકડા લૂંટી ગયા હોવાનું હળવદ પોલીસ સમક્ષ ફરિયાદી માવજીભાઈ ધરમશીભાઈ સોરીયા, ઉ.69 દ્વારા જાહેર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે આ બુકનીધારી ગેંગ દ્વારા ગંગોત્રી ઓઈલ મીલ કારખાનામા લૂંટને અંજામ આપી બેફામ પથ્થર મારો કર્યો હતો સાથો સાથ અન્ય કારખાનામાં પણ ચોરીનો પ્રયાસ કરતા આ મામલે ભોગ બનેલા વૃદ્ધ દ્વારા

- text

કોઈ ચાર અજાણ્યા બુકાનીધારી ચોર ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૮૦,૪૫૭,૪૫૯,૩૨૩,૩૩૭,૫૧૧,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text