મોરબીમાં ભૂતિયા નળ કનેક્શનો સામે કાર્યવાહી કરવા પાલિકાનો આદેશ

- text


ચીફ ઓફિસરે ખાનગી એજન્સીને કામ સોંપી ગેરકાયદે નળ કનેક્શનો કાપી નાખવાની તાકીદ કરી

મોરબી : મોરબીમાં ભૂતિયા નળ કનેક્શનો સામે નગરપાલિકાએ લાખ આંખ કરી છે અને પાણીની મેઈન લાઈનમાં ભાંગણ કરીને પાણી ચોરી કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેમાં ચીફ ઓફિસરે ખાનગી એજન્સીને કામ સોંપી ગેરકાયદે નળ કનેક્શનો કાપી નાખવાની તાકીદ કરી છે.

- text

મોરબીમાં હાલ પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. જો કે નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી ઠેક ઠેકાણે ભૂતિયા કનેક્શનો હોવાની વર્ષોથી બુમરાણ ઉઠી છે. પાણીની લાઈનમાં ભાંગણ કરીને અનેક અસમીઓ ગેરકાયદે પાણી ચોરી કરી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે નગરપાલિકા એક્શન મોડ ઉપર આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે હાલ પાણીની સમસ્યા વિકટ બનતી હોવાથી આ સમસ્યા દૂર કરવા માટે ગેરકાયદે નળ કનેક્શનો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં તેમણે આ કામ માટે ઉમિયા એન્જિનિયરિંગ વર્ક્સ એજન્સીની નિમણૂક કરી છે અને આ એજન્સીને ચીફ ઓફિસરે તાત્કાલિક ધોરણે પાણી ચોરો ઉપર તૂટી પડવાનો આદેશ આપ્યો છે અને નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીની મેઈન લાઈનમાંથી ગેરકાયદે લીધેલા કનેક્શનો કાપી નાખવાની સૂચના આપી છે.

- text